II જય ભવાની માતાજી II
શ્રી ક્ષત્રિય કારડીયા/નાડોદા રાજપૂત પરિવારો ગુજરાત તથા અન્ય રાજ્યોમાં અને વિશ્વના દેશોમાં નોકરી અને બિઝનેસમાં સ્થાયી થઇ ગયા છે. પણ સાંપ્રત સમયમાં જ્યારે સંતાનો નોકરી કે બિઝનેસમાં સેટ થાય છે, ત્યારે તેમને પોતાના જ સમાજમાં યોગ્ય જીવનસાથી મેળવવામાં મુશ્કેલીઓ અનુભવાય છે. આ મુશ્કેલીને દૂર કરવા માટે "હરિૐ મેરેજ બ્યુરો"ની સ્થાપના કરવામાં આવી છે. આપણા સમાજના યુવાનો અને યુવતીઓને યોગ્ય જીવનસાથી મેળવવામાં સહાય કરવા માટે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત મૂલ્યોના સમન્વયથી સગાઈ સંબંધોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવાના શ્રી ગણેશ કર્યા છે.